Unknown
Unknown મુવીની સ્ટોરી હોલિવુડ મુવી ડિડિયર વાન કાવેલેર્ટની 2003 માં લખેલ ફ્રેન્ચ નવલકથા પર આધારિત છે. આ મુવીને 2011 માં ડાયરેકટર જૌમે કોલેટ સેરા એ બનાવ્યું હતું . આ મુવી જોએલ સિલ્વર, લિયોનાર્ડ ગોલ્ડબર્ગ અને એન્ડ્રુરોના પ્રોડકશનમાં બનાવ્યું હતું. આ મુવી સસપેન્સ, થ્રીલર જોનરની છે. પ્રેક્ષકોને શરુઆત થી અંત સુધી જકડી રાખે તેવી 113 મિનીટની મુવી છે.
Unknown મુવી ની સ્ટારકાસ્ટ માં લીમ નિસોન, જાન્યુઆરી જોન્સ, ડાયના ક્રુગર, એડન ક્વિન, બ્રુનો ગેન્ઝ અને અન્ય કલાકારો છે.
Unknown મુવીની શરુઆતમાં ડો માર્ટિન હેરિસ અને તેની પત્ની લિઝ બાયોલીકનોલોજી સમિટ માટે બર્લિન પહોંચ્યા છે.એરપોર્ટથી તેમની હોટેલ પહોંચતા ડો હેરિસને ખબર પડી કે તેણે એરપોર્ટ પર પોતાનો બ્રીફકેસ રહી ગઇ છે અને તેને પાછી મેળવવા માટે ટેક્સી કરીને ફટાફટ એરપોર્ટ જવા નીકળે છે. તેમની પત્ની હોટલ રીસેપ્શન પરથી તેમને જતા જોઇ શું થયુ તે વિચારી રહી હતી. ટેક્સીને રસ્તામાં જોરદાર એકસીડન્ટ થાય છે અને ટેક્ષી સાથે તે અને ડ્રાયવર નદીના પાણીમાં ડુબી જાય છે. ડ્રાઈવર તેને બચાવી લે છે પરંતુ ઘટના સ્થળેથી તે ભાગી જાય છે. બચાવ ટીમ ડો માર્ટિન હેરિસને બેભાન અવસ્થામાં હોસ્પિટલ લઇ જાય છે. ડો માર્ટિન હેરિસ ચાર દિવસ કોમામાં રહ્યા બાદ ભાનમાં આવે છે પછી મુવીનુ સસપેન્સ શરુ થાય છે.
ડો હેરિસ સ્વસ્થ બની હોટલમાં પરત ફરે છે, ત્યારે તે ત્યાં તેની પત્નીને બીજા પુરુષ સાથે જોવે છે. તે તેની પત્નીને મળવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેની પત્ની કહે છે કે તે તેને ઓળખતી નથી અને આ માણસ તેનો પતિ છે. હોટલ સ્ટાફ પોલીસને બોલવે છે અને ડો હેરિસ કોઈ મિત્રને બોલાવવાનો પ્રયાસ કરે છે. બીજા દિવસે જ્યારે તેઓ પ્રો. લીઓ બ્ર્રેસરની મુલાકાત લે છે, ત્યારે પેલો ડુપ્લીકેટ હેરિસ પહેલેથી જ ત્યાં છે. હેરિસ પોતાની ઓળખ સાબિત કરવાનો પ્રયત્ન કરે છે પણ તે સાબિત નથી કરી શકતો. તે હોસ્પિટલ પરત ફરે છે ત્યાં તેની પર હુમલો થાય છે અને બચીને ભાગી જાય છે. તે પોતાની ઓળખ સાબિત કરવા ડિટેકટીવ અર્ન્સ્ટ જોર્ગનને, ટેક્ષી ડ્રાયવર જીના, તેના મિત્રને મળે છે અને વારંવાર તેની પર હુમલો થાય છે. હેરિસ પાસે એકમાત્ર તેના પિતાનુ બોટની પરનુ પુસ્તક જ તેની પાસે છે અને તેમાં તેની પત્નીએ લખેલ કોર્ડ ઉકેલવા તે મથે છે.
ડો હેરિસ આખરે કેવી રીતે તેની ખોવાયેલી બેગ એરપોર્ટ પરથી પરત મેળવે છે, તેમાંથી શું ચોંકાવનારુ મળે છે અને મુવીના એન્ડમાં તેની ઓળખ કેવી રીતે મળે છે તે જોવા મુવી જોવા જેવુ છે.
Comments
Post a Comment