પંચાયત : ભારતના ગામડાની વાત કરતી વેબસીરીઝ


panchayat વેબ સીરીઝ કોમેડી, ડ્રામા, મોટીવેશનલ જોનરની છે. આ વેબ સીરીઝને  કોટા ફેકટરી જેવી હીટ વેબ સીરીઝ બનાવનાર ટીવીએફ ની ટીમ દ્રારા બનાવવામાં આવી છે અને  એમેઝોન પ્રાઇમ વિડિઓ પર જોવા માટે અવેલેબલ છે. 
દિપકકુમાર મિશ્રાના દિગ્દર્શક માં બનેલી પંચાયત વેબ સીરીઝ માં રઘુવીર યાદવ, જીતેન્દ્ર કુમાર, નીના યાદવ, ચંદન રોય, ફૈસલ મલિક, બિશ્વપતિ સરકાર, પુજા સિંઘ, રાજેશ જૈશ, કુસુમ શાસ્ત્રી અને અન્ય સ્ટાર કાસ્ટે જબરદસ્ત અભિનય કર્યો છે. 
https://youtu.be/mojZJ7oeD_g
પંચાયત વેબ સીરીઝના 8 એપિસોડ 20 થી 25 મીનીટ ના છે, વેબ સીરીઝમાં ઉત્તર પ્રદેશના ફુલેરા ગ્રામ પંચાયત, ગ્રામ પ્રધાન, પ્રધાન પતિ અને પ્રધાન સચિવની સ્ટોરી છે. અભિષેક ત્રિપાઠી (જીતેન્દ્ર કુમાર) નામના યુવકને નાના ગામમાં પ્રધાન સચિવની જોબ મળે છે અને તેનો મિત્ર તેને તે જોબ કરવા જવા કેવી રીતે મોટીવેટ કરે છે ત્યાંથી સ્ટોરી શરુ થાય છે. ૨૦૦૦૦ રુ ની સેલેરી માટે મજબુરીમાં અભિષેક ત્રિપાઠી ફુલેરા ગામ પ્રધાન સચિવ બનીને આવે છે અને ત્યાંથી તેની મજેદાર કોમેડી સાથે વેબ સીરીઝ ની શરુઆત થાય છે.
પ્રધાનજી મંજુજીના રોલમાં નીના ગુપ્તા અને પ્રધાન પતિ બ્રુજભુષ્ણ દુબે ના રોલમાં રધુવીર યાદવની જબરદસ્ત એકટીંગ છે. આપણા ગામડાંમાં પ્રધાનજી મહિલા અને અભણ હોય ત્યારે પ્રધાન પતિ પંચાયતનો વહીવટ કેવી રીતે કરે છે તે આપણે સાંભળ્યું હશે તે જ થીમ પર અહીં સ્ટોરી આગળ વધે છે. પ્રધાન પતિની મોબાઇલ રીંગટોન પણ મજેદાર છે. પંચાયતના સભ્યોની એકટીંગ પણ સારી છે. ગામને બહુ સરસ રીતે શુટીંગમાં બતાવવામાં આવ્યુ છે.
ફુલેરા ગામમાં વિકાસના કેવી રીતે કામ થાય છે, અંધ શ્રધ્ધાને દુર કરવા, જન જાગ્રુતિના સ્લોગન માટે શું થાય છે અને પ્રદાન સચિવ કેવી રીતે પરિસ્થિતિઓને મેનેજ કરે તે પણ જોવા જેવુ છે.
પ્રધાન સચિવ વધુ પગાર અને સારી જોબ માટે આગળ ભણવા માટે કેવી તૈયારીઓ કરે છે અને તેનુ શું પરિણામ આવે છે તે પણ સરસ રીતે સ્ટોરીમાં દર્શાવ્યું છે.
વેબ સીરીઝમાં ગાળા ગાળી અને ધુમ્રપાન કોમન વાત છે પણ પંચાયત વેબ સીરીઝમાં તેને બહુ ઓછા પ્રમાણમાં દર્શાવ્યુ છે એટલે ફેમીલી સાથે જોવાનો ચાન્સ લેવાય તેમ છે. 
પંચાયત વેબ સીરીઝની બહુ સરળ અને સામાન્ય વાર્તા છે પણ તેને સરસ રીતે વર્ણવવામાં આવી છે એટલે બધાજ એપિસોડ રસપુર્વક જોવા ગમે તેવા છે. 

Comments

Popular posts from this blog

Unknown