Unknown

Unknown મુવીની સ્ટોરી હોલિવુડ મુવી ડિડિયર વાન કાવેલેર્ટની 2003 માં લખેલ ફ્રેન્ચ નવલકથા પર આધારિત છે. આ મુવીને 2011 માં ડાયરેકટર જૌમે કોલેટ સેરા એ બનાવ્યું હતું . આ મુવી જોએલ સિલ્વર, લિયોનાર્ડ ગોલ્ડબર્ગ અને એન્ડ્રુરોના પ્રોડકશનમાં બનાવ્યું હતું. આ મુવી સસપેન્સ, થ્રીલર જોનરની છે. પ્રેક્ષકોને શરુઆત થી અંત સુધી જકડી રાખે તેવી 113 મિનીટની મુવી છે. Unknown મુવી ની સ્ટારકાસ્ટ માં લીમ નિસોન, જાન્યુઆરી જોન્સ, ડાયના ક્રુગર, એડન ક્વિન, બ્રુનો ગેન્ઝ અને અન્ય કલાકારો છે. Unknown મુવીની શરુઆતમાં ડો માર્ટિન હેરિસ અને તેની પત્ની લિઝ બાયોલીકનોલોજી સમિટ માટે બર્લિન પહોંચ્યા છે.એરપોર્ટથી તેમની હોટેલ પહોંચતા ડો હેરિસને ખબર પડી કે તેણે એરપોર્ટ પર પોતાનો બ્રીફકેસ રહી ગઇ છે અને તેને પાછી મેળવવા માટે ટેક્સી કરીને ફટાફટ એરપોર્ટ જવા નીકળે છે. તેમની પત્ની હોટલ રીસેપ્શન પરથી તેમને જતા જોઇ શું થયુ તે વિચારી રહી હતી. ટેક્સીને રસ્તામાં જોરદાર એકસીડન્ટ થાય છે અને ટેક્ષી સાથે તે અને ડ્રાયવર નદીના પાણીમાં ડુબી જાય છે. ડ્રાઈવર તેને બચાવી લે છે પરંતુ ઘટના સ્થળેથી તે ભ...