Posts

Unknown

Image
Unknown મુવીની સ્ટોરી હોલિવુડ મુવી ડિડિયર વાન કાવેલેર્ટની 2003 માં લખેલ ફ્રેન્ચ નવલકથા પર આધારિત છે. આ મુવીને 2011 માં  ડાયરેકટર જૌમે કોલેટ સેરા એ બનાવ્યું હતું . આ મુવી જોએલ સિલ્વર, લિયોનાર્ડ ગોલ્ડબર્ગ અને એન્ડ્રુરોના પ્રોડકશનમાં બનાવ્યું હતું. આ મુવી સસપેન્સ, થ્રીલર જોનરની છે.  પ્રેક્ષકોને શરુઆત થી અંત સુધી જકડી રાખે તેવી 113 મિનીટની મુવી છે.  Unknown મુવી ની સ્ટારકાસ્ટ માં લીમ નિસોન,  જાન્યુઆરી જોન્સ, ડાયના ક્રુગર, એડન ક્વિન, બ્રુનો ગેન્ઝ અને અન્ય કલાકારો છે.   Unknown મુવીની શરુઆતમાં ડો માર્ટિન હેરિસ અને તેની પત્ની લિઝ બાયોલીકનોલોજી સમિટ માટે બર્લિન પહોંચ્યા છે.એરપોર્ટથી  તેમની હોટેલ પહોંચતા ડો હેરિસને ખબર પડી કે તેણે એરપોર્ટ પર પોતાનો બ્રીફકેસ રહી ગઇ છે અને તેને પાછી મેળવવા માટે  ટેક્સી કરીને ફટાફટ એરપોર્ટ જવા નીકળે છે. તેમની પત્ની હોટલ રીસેપ્શન પરથી તેમને જતા જોઇ શું થયુ તે વિચારી રહી હતી. ટેક્સીને રસ્તામાં જોરદાર એકસીડન્ટ થાય છે અને ટેક્ષી સાથે તે અને ડ્રાયવર નદીના પાણીમાં ડુબી જાય છે. ડ્રાઈવર તેને બચાવી લે છે પરંતુ ઘટના સ્થળેથી તે ભાગી જાય છે. બચાવ ટીમ ડો માર્ટિન હે

પંચાયત : ભારતના ગામડાની વાત કરતી વેબસીરીઝ

Image
panchayat  વેબ સીરીઝ કોમેડી, ડ્રામા, મોટીવેશનલ જોનરની છે. આ વેબ સીરીઝને  કોટા ફેકટરી જેવી હીટ વેબ સીરીઝ બનાવનાર ટીવીએફ ની ટીમ દ્રારા બનાવવામાં આવી છે અને  એમેઝોન પ્રાઇમ વિડિઓ પર જોવા માટે અવેલેબલ છે.  દિપકકુમાર મિશ્રાના દિગ્દર્શક માં બનેલી પંચાયત વેબ સીરીઝ માં રઘુવીર યાદવ, જીતેન્દ્ર કુમાર, નીના યાદવ, ચંદન રોય, ફૈસલ મલિક, બિશ્વપતિ સરકાર, પુજા સિંઘ, રાજેશ જૈશ, કુસુમ શાસ્ત્રી અને અન્ય સ્ટાર કાસ્ટે જબરદસ્ત અભિનય કર્યો છે.  https://youtu.be/mojZJ7oeD_g પંચાયત વેબ સીરીઝના 8 એપિસોડ 20 થી 25 મીનીટ ના છે, વેબ સીરીઝમાં ઉત્તર પ્રદેશના ફુલેરા ગ્રામ પંચાયત, ગ્રામ પ્રધાન, પ્રધાન પતિ અને પ્રધાન સચિવની સ્ટોરી છે. અભિષેક ત્રિપાઠી (જીતેન્દ્ર કુમાર) નામના યુવકને નાના ગામમાં પ્રધાન સચિવની જોબ મળે છે અને તેનો મિત્ર તેને તે જોબ કરવા જવા કેવી રીતે મોટીવેટ કરે છે ત્યાંથી સ્ટોરી શરુ થાય છે. ૨૦૦૦૦ રુ ની સેલેરી માટે મજબુરીમાં અભિષેક ત્રિપાઠી ફુલેરા ગામ પ્રધાન સચિવ બનીને આવે છે અને ત્યાંથી તેની મજેદાર કોમેડી સાથે વેબ સીરીઝ ની શરુઆત થાય છે. પ્રધાનજી મંજુજીના રોલમાં નીના ગુપ્તા અને પ્રધાન પતિ બ્રુજભુષ્ણ